• Wed. Mar 11th, 2026

UP LIVE 24X7

India #1 News Platform

ગુજરાતમાં ધોધમાર વરસાદ: આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ

Spread the love

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી આપી છે. કુલ 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભાવનગરના મહુવામાં સૌથી વધુ 2.36 ઈંચ વરસાદ પડ્યો છે. ભરૂચના હાંસોટમાં 2.32 ઈંચ, નેત્રંગમાં 1.73 ઈંચ અને સુરતના માંગરોળમાં 1.65 ઈંચ વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

અત્યારની પરિસ્થિતિને જોતા તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. સાથે જ 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *