• Wed. Mar 11th, 2026

UP LIVE 24X7

India #1 News Platform

વિદ્યાનગરમાં “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત રાત્રે ૮ વાગ્યે બ્લેકઆઉટ યોજાયું

Spread the love

આણંદ જિલ્લાના વિદ્યાનગર વિસ્તારમાં “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત રાત્રે ૮:૦૦ કલાકે સાયરન વગાડી થોડા સમય માટે પૂર્ણ બ્લેકઆઉટ યોજાયો.

આ તૈયારી પૂર્વકના અભ્યાસનો હેતુ નાગરિકોમાં જાગૃતિ અને તાકીદની સ્થિતિમાં તેમની સહભાગિતાને પડતા રહેવાનો હતો. વિદ્યાનગરના રહેવાસીઓ, દુકાનદારો, વેપારીઓ તથા વિવિધ સંસ્થાઓએ પોતપોતાની ઘરો, દુકાનો, ઓફિસો અને વ્યવસાયિક સ્થળોની લાઇટો બંધ કરીને બ્લેકઆઉટમાં સક્રિય સહભાગિતા આપી. આ કાર્યક્રમ એલીકોન કંપની ખાતે યોજાયેલી મોકડ્રિલ બાદ યોજાયો હતો, જેમાં દેશના રક્ષણ અને આપત્તિ પ્રબંધન માટે નાગરિકોની ભાગીદારી વધારવાનો આશય ધરાવાયો હતો. બ્લેકઆઉટ દરમિયાન સમગ્ર વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થાનો માહોલ રહ્યો હતો. આવા કાર્યક્રમો દ્વારા તાકીદની પરિસ્થિતિમાં લોકોના સહકાર અને સંગઠનને વધુ મજબૂતી મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *