• Wed. Mar 11th, 2026

UP LIVE 24X7

India #1 News Platform

બોરીઆવી પીએચસી ખાતે ELDERLY CARE કેમ્પ અને હાયપરટેન્શન દિવસની ઉજવણી

Spread the love


તા. 3 જૂન 2025 ના રોજ બોરીઆવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ELDERLY CARE યોજના અને વિશ્વ હાયપરટેન્શન દિવસની ઉજવણી અંતર્ગત 60 વર્ષથી વધુ ઉમરના નાગરિકો માટે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો.


જેમાં શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદના નિષ્ણાતોની સેવાઓ ઉપલબ્ધ રહી. 163 લાભાર્થીઓનું નિદાન કરવામાં આવ્યું અને 9 દર્દીઓને વધુ સારવાર માટે રેફર કરવામાં આવ્યા. આયુષ ડૉ. જિગીષાબેને વૃદ્ધાવસ્થાની સંભાળ અંગે માહિતી આપી. આ આયોજનમાં THO, જિલ્લા આરોગ્ય ટીમ, કર્મચારીઓ અને આશા બહેનોનો યોગદાન રહેલું. કેમ્પનું સફળ આયોજન ડૉ.સૃષ્ટિ સવર્ણ (મેડિકલ ઓફિસર), ડૉ. જિગીષા વૈદ્ય (આયુષ એમ.ઓ.) તથા પીએચસી બોરીઆવીના સમગ્ર સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યું. જિલ્લા અને તાલુકા સ્તરે આરોગ્ય અધિકારીઓ, NCD ટીમ અને હેલ્થ સુપરવાઈઝરશ્રીની સક્રિય હાજરી કેમ્પની ગુણવત્તા અને આયોજનમાં સહાયક بنی. કેમ્પમાં હાજર રહેલા દરેક લાભાર્થીઓને સમયસર અને યોગ્ય સારવાર મળી રહે તે માટે તમામ વ્યવસ્થાઓ અસરકારક રીતે સુનિશ્ચિત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ માટે ઉપસ્થિત તમામ ડોક્ટરો અને સહભાગીઓનો ડૉ. જિગીષા વૈદ્યે આભાર વ્યક્ત કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *