• Wed. Mar 11th, 2026

UP LIVE 24X7

India #1 News Platform

રમતાં રમતાં વિજ્ઞાન શીખીએ: એસ.પી. યુનિવર્સિટી ખાતે ‘સાયન્સ સમર કેમ્પ – 6’નો આજે અંતિમ દિવસ

Oplus_16777216
Spread the love

એસ.પી. યુનિવર્સિટીના સી.એસ.સી. આનંદ ખાતે 2 થી 4 જૂન, 2025 દરમિયાન યોજાયેલી ત્રણ દિવસીય ‘સાયન્સ સમર કેમ્પ – 6’ની આજે વિધિવત સમાપ્તિ થઈ રહી છે. ‘રમતાં રમતાં વિજ્ઞાન શીખીએ’ કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલા આ કેમ્પમાં બાળકોથી લઇ તેમના માતા-પિતા સુધી સૌએ અનોખી શૈલીમાં વિજ્ઞાન અને ગણિત શીખવાનું આનંદ અનુભવ્યું.


યુનિવર્સિટીના પ્રોફેસર અને ઇન્ડોર ગેમ્સના નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ પસંદ કરાયેલ બોર્ડ ગેમ્સ દ્વારા બાળકોમાં ચિંતનક્ષમતા, સતર્કતા અને રસદાયક રીતે શૈક્ષણિક જ્ઞાનનો વિકાસ થયો. કેમ્પનો સમય દરરોજ સવારે 8:40​ થી 11:00​ સુધી રાખવામાં આવ્યો હતો.

આજનો દિવસ કેમ્પનો છેલ્લો દિવસ છે – જેમાં શીખવાની સાથે રમતગમત અને આનંદનો પણ ખજાનો ભરપુર રહ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *