• Wed. Mar 11th, 2026

UP LIVE 24X7

India #1 News Platform

વિદ્યાનગર પોલીસે ૬૩.૦૩ લાખનું ડ્રગ્સ પકડ્યું

Spread the love

કરમસદ – વલાસણ રોડ પરથી ૫.૩૬ ગ્રામ MD ડ્રગ્સ તેમજ ૨૫૦ મીલીગ્રામ LSD ડ્રગ્સ સાથે બે ઈસમો પકડાયાં, ડ્રગ્સ ક્યાંથી લવાયું અને અને કોને આપવાનુ હતુ? તે દિશામાં પોલીસે તપાસ આદરી


આણંદમાં ઝાયડસ હોસ્પીટલની પાછળ નાની ખોડીયાર રોડ પર આવેલ અલહયાત કોમ્પ્લેક્સમાં રહેતો પરવેઝ હકીમભાઈ સૈયદ તેમજ આણંદ તાલુકાના વલાસણ ગામમાં મસ્જીદે આયશાની પાસે આવેલ પઠાણવાડા વિસ્તારમાં રહેતો મોસીનખાન સિરાજખાન પઠાણ ચોરીછુપીથી એમ.ડી.ડ્રગ્સની ડીલીવરી કરતાં હોવાની અને હાલ આ બંને જણાં કાળા કલરનુ બર્ગમેન (મોપેડ) જીજે ૨૩ ડીવાય ૮૨૩૭ ઉપર એમ.ડી.ડ્રગ્સ લઇને કરમસદ ભુતીયાવડ થઈ વલાસણ તરફ જનાર હોવાની બાતમી વિદ્યાનગર પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે તુરંત જ કરમસદ ભુતીયાવડ થી વલાસણ જવાના રોડ ઉપર આવેલ દાદાજીની વાડી નજીક વોચ ગોઠવી હતી.


દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળું મોપેડ આવતાં પોલીસે તેને રોક્યું હતું અને મોપેડ પર સવાર પરવેઝ હકીમભાઈ સૈયદ (ઉં.વ ૩૭) તેમજ મોસીનખાન સિરાજખાન પઠાણ (ઉં.વ ૩૦) ની અટકાયત કરી હતી. જે બાદ પોલીસે આ બંનેની તલાશી લેતાં, તેમના પેન્ટના પાછળના ખિસ્સામાંથી નાના-નાના પ્લાસ્ટીકની ઝીપ લોક પાઉચ મળી આવ્યાં હતાં. આ પાઉચમાં નશીલો પદાર્થ એમફેટામાઇન/એમ્ફેટામાઇન ડેરીવેટીવ્સ/ મેફેડ્રોન ડ્રગ્સ (MD) તેમજ લાયસર્જિક એસિડ ડાયેથિલામાઇડ ડ્રગ્સ (LSD) હતું.

પોલીસે આ બંને અલગ-અલગ પ્રકારના ડ્રગ્સનું વજન ચેક કરી કિંમત આંકી હતી. જેમાં ૫.૩૬ ગ્રામ જેટલું એમફેટામાઇન/એમ્ફેટામાઇન ડેરીવેટીવ્સ/ મેફેડ્રોન ડ્રગ્સ (MD) ની કિંમત રૂપિયા ૫૩,૬૦૦ તેમજ ૨૫૦ મીલીગ્રામ LSD DRUGS ની કિંમત રૂપિયા ૬૨,૫૦,૦૦૦ હોવાનું જણાઈ આવ્યું છે. આમ પોલીસે કુલ રૂપિયા ૬૩,૦૩,૬૦૦ કિંમતનું ડ્રગ્સ તેમજ મોબાઈલ, મોપેડ, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલા પરવેઝ હકીમભાઈ સૈયદ તેમજ મોસીન સિરાજખાન પઠાણ વિરૂદ્ધ ગુનો નોંધી, આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું ? અને કોને આપવાનુ હતુ? તે અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે પકડાયેલા આ બંને ઈસમો પાસેથી ૫.૩૬ ગ્રામ જેટલુ એમફેટામાઇન/એમ્ફેટામાઇન ડેરીવેટીવ્સ/ મેફેડ્રોન ડ્રગ્સ (MD) કે જેની કિંમત રૂપિયા ૫૩,૬૦૦, અઢીસો મીલીગ્રામ LSD DRUGS કે જેની કિંમત રૂપિયા ૬૨,૫૦,૦૦૦, એક મોપેડ કિંમત રૂપિયા ૭૦,૦૦૦, બે મોબાઈલ કિંમત રૂપિયા ૧૧,૦૦૦ તેમજ રોકડા રૂપિયા ૧૧૦૦ મળીને કુલ રૂપિયા ૬૩,૮૫,૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *