• Wed. Mar 11th, 2026

UP LIVE 24X7

India #1 News Platform

મોદી સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થતા આણંદ જિલ્લા ભાજપની પત્રકાર પરિષદ, વિકાસયાત્રાની ઉજવણી

Spread the love

આણંદ,11 જૂન:
મોદી સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશમાં ઉજવણીના માહોલ વચ્ચે આણંદ જિલ્લા ભાજપ દ્વારા કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદમાં પાર્ટીના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસના કાર્યોની વિગતો પત્રકારો સમક્ષ રજૂ કરી.


કાર્યક્રમમાં આણંદ જિલ્લાના સંસદ સભ્ય મિતેશભાઈ પટેલ, ધારાસભ્યો યોગેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ સંજયભાઈ પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી.



સાંસદ મિતેશભાઈ પટેલે જણાવ્યું કે, “દેશમાં ૧૧ વર્ષમાં જે વિકાસના કાર્ય થયા છે તે પૂર્વ વડાપ્રધાનોના દાયકા કરતાં અનેક ગણો છે. ભારત આજે ૧૦માં સ્થાનેથી ઊંચકી ૫ મું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે અને હવે તે ત્રીજા સ્થાને પહોંચવાની દિશામાં છે.”


મુખ્ય યોજનાઓની માહિતી:
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન “સંકલ્પથી સિદ્ધિ” અંતર્ગત ૧૧ વર્ષના વિકાસકાળની ઝાંખી દર્શાવતી પ્રદર્શનીનું ઉદ્ઘાટન સંજયભાઈ પટેલે કર્યું.

ઉજ્જવલા યોજના: ૧૦ કરોડથી વધુ ગેસ કનેકશનો

નળથી જળ યોજના: ૨૫ કરોડ મહિલાઓને પાણીની સુવિધા

વીજળી કનેકશન: ૧૦૦% ઘરોથી વીજળી પહોંચી

સુરક્ષા ક્ષેત્રમાં સુધારાઓ: ઓપરેશન સિંદુર દ્વારા આતંકી ગઠનાઓનો નાશ

પ્રાકૃતિક ખેતી અને મહિલા સશક્તિકરણ: ૧૦ લાખથી વધુ ખેડૂતો અને ૪.૫ લાખ “લખપતિ દીદી”


“વિશ્વ નેતા તરીકે મોદીની ભુમિકા”
પત્રકાર પરિષદમાં નેતાઓએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી હવે માત્ર દેશના નહીં, પરંતુ વિશ્વના નેતા તરીકે ઓળખાય છે. “સૌનો સાથ, સૌનો વિકાસ”થી શરૂ થયેલી યાત્રા “સૌનો વિશ્વાસ” સુધી પહોંચી છે અને ભારત હવે વિકસિત રાષ્ટ્ર બનવા તરફ પ્રવૃત્ત છે.

આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપના મહામંત્રી સુનિલભાઈ શાહ, જગતભાઈ પટેલ સહિત મિડિયા સેલના હોદ્દેદારો અને અનેક પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મિડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *