• Wed. Mar 11th, 2026

UP LIVE 24X7

India #1 News Platform

એસ.પી.યુ.ના બિઝનેસ મેનેજમેન્ટ વિભાગમાં કોર્પોરેટ કલ્ચર પર વિશિષ્ટ વર્કશોપનું આયોજન

Spread the love
વિદ્યાર્થીઓને વ્યવસાયિક સંસ્કૃતિ અને જવાબદારી અંગે અનુભવી ઉદ્યોગ નિષ્ણાત દ્વારા માર્ગદર્શન

વિદ્યનગર – 26 જુલાઈ 2025ના રોજ સરદાર પટેલ યુનિવર્સિટીના પોસ્ટગ્રેજ્યુએટ બિઝનેસ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઈ-ટેક ગ્લોબલ સર્વિસીસમાં AVP-HR તરીકે કાર્યરત શ્રીમતી જેની બેનોયે વિદ્યાર્થીઓને કોર્પોરેટ વર્કપ્લેસ કલ્ચર, વ્યવસાયિક મૂલ્યો અને જવાબદારી અંગે માર્ગદર્શન આપ્યું.

વિશિષ્ટ આ વર્કશોપ ડિરેક્ટર ડૉ. દર્શના દવેના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. ડિપાર્ટમેન્ટના પૂર્વ વિદ્યાર્થી શ્રી અનિરુદ્ધ મેનનનું પણ વિશિષ્ટ યોગદાન રહ્યું, જેમણે ઉદ્યોગ અને વિદ્યાભ્યાસ વચ્ચેના સેતુ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

શ્રીમતી બેનોયે ટ્રસ્ટ ટ્રાયએન્ગલ, ઈમાનદારી અને વિનમ્રતા જેવી મૂલ્યોના મહત્વની વિસ્તૃત ચર્ચા કરી. વિદ્યાર્થીઓએ પણ તેમના ઇન્ટરએક્ટિવ અભિગમથી ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ચર્ચામાં સક્રિય રીતે જોડાયા. વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓને ઔદ્યોગિક દ્રષ્ટિકોણ, રેડ ફ્લેગ પોઈન્ટ્સ અને અનુકૂલનક્ષમતા જેવી બાબતોમાં ઊંડાણપૂર્વક સમજ મળી.

આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન આપતા નથી, પરંતુ તેમને કારકિર્દીમાં પડકારોને પાર કરવાની તૈયારી પણ આપે છે. શૈક્ષણિક સંસ્થા અને ઉદ્યોગ જગત વચ્ચેનો સેતુ બનાવી, આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને વ્યવસાયિક દુનિયામાં સફળતાપૂર્વક પ્રવેશ માટે સજ્જ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *