• Wed. Mar 11th, 2026

UP LIVE 24X7

India #1 News Platform

ધોરાજીમાં બે યુવકો પર હુમલો અને લૂંટની ઘટના, ત્રણ અજાણ્યા શખ્સો ફરાર

Spread the love

ધોરાજી, રાજકોટ જિલ્લામાંથી:
ધોરાજીના વાલા સીમડીથી જમનાવડ રોડ પર મોડી રાત્રે બે યુવકો સાથે લૂંટની ગંભીર ઘટના બની છે. બાઈક પર જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા ત્રણ શખ્સોએ રસ્તો રોકી હુમલો કર્યો હતો.



પ્રાપ્ત વિગતો મુજબ, અંકિત કિશોરભાઈ સોલંકી અને તેના મિત્ર સાહિલ રાઠોડ બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ ધોકા અને પાઈપ વડે હુમલો કરી લૂંટ ચલાવી હતી. તેઓ બંનેનું મોબાઇલ અને રૂ.10,000ની રોકડ રકમ છીનવીને આરોપીઓ ફરાર થઈ ગયા.

ઘટનામાં ઇજા પામેલા બંને યુવકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ પોલીસ તુરંત હોસ્પિટલે પહોંચી અને પુરાવા એકત્ર કરીને અજાણ્યા શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને લૂંટારા શખ્સો ઝડપાઈ શકે તે માટે તપાસને તેજ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *