• Tue. Mar 10th, 2026

UP LIVE 24X7

India #1 News Platform

પેટલાદમાં રૂ. ૧૦ કરોડના ખર્ચે ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત : રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ

Spread the love

આણંદ, શુક્રવારે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં ટાઉન તથા રૂરલ પોલીસ સ્ટેશનના ભવ્ય ખાતમુહૂર્તનો કાર્યક્રમ પોલીસ હાઉસિંગના રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.



રાજ્યમંત્રીશ્રીએ પ્રસંગોચિત પ્રવચનમાં જણાવ્યું હતું કે “પોલીસ એ પ્રજાના સાચા મિત્ર છે. રાજ્યના આંતરિક સુરક્ષાનું રક્ષણ કરનારા પોલીસ પરિવાર માટે આધુનિક પોલીસ મકાનના બાંધકામ માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે, જે પોલીસ પરિવાર પ્રત્યે સરકારની કટિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે.



પેટલાદમાં રૂ. ૧૦ કરોડના ખર્ચે ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશનનું બાંધકામ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા થવાનું છે. આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો પેટલાદની જનતા તરફથી આભાર વ્યક્ત કર્યો હતો.

જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ પોતાના ઉદબોધનમાં નવા પોલીસ સ્ટેશન માટે મળેલી મંજૂરી બદલ રાજ્ય સરકાર તથા રાજ્ય મંત્રીનો આભાર વ્યક્ત કર્યો.

કાર્યક્રમમાં સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, પૂર્વ અગ્રણી રાજેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન, પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ, રણછોડરાય મંદિરના મહંત વાસુદેવ મહારાજ તથા નાયબ પોલીસ અધિક્ષક સહિત અનેક પોલીસ અધિકારીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *