• Wed. Mar 11th, 2026

UP LIVE 24X7

India #1 News Platform

બોરસદના નાપા ગામેથી ગાયો કતલ કરતા ઇસમોને પકડી બે ગાયો કતલ થતી બચાવતી બોરસદ પોલીસ

Spread the love


ગૌ હત્યારાઓની કબુલાત, અમે છેલ્લા ચાર મહિનાથી કટીંગની ગાયો મંગાવીને કતલ કરી ગૌમાશ વેચવાનો ધંધો કરીએ છીએ


આણંદ જિલ્લાના પોલીસ વડા જી.જી.જસાણીએ જિલ્લામાં થતી ગાયોની હત્યાઓ રોકવા તથા ગાયોની કતલ કરતા આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ સુચના કરેલ

આજરોજ બોરસદ રૂરલ પોલીસે નાપા (વાંટા) ગામમાં ગૌ-કતલની યોજનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે નામણ રોડ પોટીયા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. મુસ્તાક રાણાના વાડામાં બે ગાયોને કતલ માટે ગેરકાયદે બાંધી રાખવામાં આવી હતી.


સ્થળ પરથી પોલીસે સાહિલ શકીલ ઉર્ફે ખાટકી કુરેશી, મુસ્તાક ઇશુભા રાણા અને ઇરફાનઅલી બક્સુઅલી સૈયદની ધરપકડ કરી છે. વાડામાં ગાયોને રાખવા માટે કોઈ શેડ કે પાણી-ઘાસચારાની વ્યવસ્થા નહોતી. વળી, નજીકમાંથી કતલ માટેના હથિયારો પણ મળી આવ્યા હતા.

પૂછપરછમાં જાણવા મળ્યું કે શકીલ અને તૌફિક કુરેશી બહારથી ગાયો મંગાવતા હતા. સાહિલ કુરેશી અને એક કિશોર આ ગાયોને કતલ માટે મોકલતા હતા. મુસ્તાક રાણાના વાડામાં ગાયોની કતલ કરવામાં આવતી હતી. ઇરફાનઅલી સૈયદ અને ફિરોજ વ્હોરા માંસનું વેચાણ કરતા હતા.

પોલીસે કુલ રૂ. 1,56,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં બે ગાય, બે મોબાઇલ, સીએનજી રિક્ષા, એક્ટીવા અને કતલ માટેના સાધનોનો સમાવેશ થાય છે. ત્રણ પકડાયેલા અને ત્રણ ફરાર આરોપીઓ વિરુદ્ધ પશુક્રુરતાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *