• Wed. Mar 11th, 2026

UP LIVE 24X7

India #1 News Platform

ઓડના બાધીપુરા સ્ટેન્ડ પર ઝાડની ડાળ પડતા મહિલા ઈજાગ્રસ્ત

Spread the love

ફોરેસ્ટ અને રોડ વિભાગ જવાબદારી લેવામાં રસ દાખવી રહ્યા નથી, સ્થાનિકોમાં રોષ

ઓડ, તા. 15 જૂન 2025:
ઓડના બાધીપુરા બસ સ્ટેન્ડ નજીક આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ એક દુર્ઘટનાજનક બનાવ બન્યો હતો. ઉમરેઠ જવા માટે પોતાની બે બાળકો સાથે ઊભેલી પુનિબેન બુધાભાઈ ઠાકોર પર અચાનક ઝાડની ભારે ડાળ તૂટીને પડી હતી. આ અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં બેભાન અવસ્થામાં હતા અને તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.


સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ માર્ગ પર કેટલાય વૃક્ષોની જૂની અને ભારે ડાળીઓ જોખમરૂપ રીતે લટકી રહી છે. વર્ષોથી આ મુદ્દે અનેકવાર ફરિયાદો થયાની વાત લોકો કરે છે, છતાં Forest વિભાગ કે રોડ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.



આ ઘટનાને લઈને જ્યારે સ્થાનિકોએ ઉમરેઠ ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કર્યો ત્યારે તેમણે આણંદ ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરવા કહ્યું. પણ આણંદ ફોરેસ્ટ વિભાગે ફરી ઉમરેઠ સાથે વાત કરવાનો સલાહ આપી. બે વિભાગો વચ્ચે જવાબદારી ફાંફાંખાં થતા પ્રજાજનને કોઈ નિશ્ચિત જવાબ મળતો નથી.

આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિકોએ તંત્ર સામે ઉગ્ર અસ્મિતાની લાગણી વ્યક્ત કરી છે. તેઓએ માગ ઊઠાવી છે કે તરત જ આવી તમામ જોખમરૂપ ઝાડોની ડાળીઓની તપાસ કરી કાપણી થાય અને આવનારા દિવસોમાં કોઈ જાનહાનિ ન થાય તે માટે કાર્યવાહી થવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *