ઓડ, 6 જૂન: ઓડ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપેનભાઈ પટેલની ખાનગી ગાડીને અજાણ્યા ઇસમો દ્વારા નિશાન બનાવી નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ ઘટના ૪ જૂનના રોજ રાત્રે વિરજીકાકાની ખડકીમાં બની તેવું જણાવ્યું,જ્યાં દિપેનભાઈની ગાડી પાર્ક કરેલી હતી.

રાત્રિ દરમિયાન જ્યારે શ્રી દિપેનભાઈ પટેલની ગાડી વિરજીકાકાની ખડકીમાં પાર્ક કરેલી હતી, ત્યારે કોઈ અજાણ્યા ઇસમ કે ઇસમો દ્વારા ગાડી પર લીટા પાડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સવારે જ્યારે ગાડી માલિકની નજરે પડી, ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી.
આ ઘટના અંગે દિપેનભાઈ પટેલે જણાવ્યું હતું કે, “આ કૃત્ય નિંદનીય છે. રાજકીય મતભેદ હોઈ શકે છે, પરંતુ આ પ્રકારની તોડફોડની પ્રવૃત્તિઓ લોકશાહીમાં સ્વીકાર્ય નથી.” તેમણે ઉમેર્યું હતું કે આ મામલે તેઓ કાયદેસરની કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા છે.
કોંગ્રેસના કાર્યકરોએ આ કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરી છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે
સ્થાનિક પોલીસ સ્ટેશનને જઈ અરજી આપેલ છે
