• Fri. May 8th, 2026

UP LIVE 24X7

India #1 News Platform

ઓડ શહેરમાં રાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી: સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કૂલના ગ્રાઉન્ડ પર યોગના અદ્ભુત દ્રશ્યો

Spread the love

ઓડ, તા. 21 જૂન 2025:
ઓડ શહેરમાં રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશેષ ઉત્સાહ અને સભાનતા સાથે કરવામાં આવી. શહેરની હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ માટે હાઈસ્કૂલના અલગ ગ્રાઉન્ડમાં વિશેષ યોગ શિબીરનું આયોજન કરાયું હતું.



આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કૂલના ગ્રાઉન્ડ પર જોવા મળ્યું, જ્યાં મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ એકત્ર થયા હતા.



આ પ્રસંગે હાજર રહેલા મહાનુભાવોમાં સામેલ હતાં: ઓડ નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના કાઉન્સિલરો,નગરપાલિકા સ્ટાફ,હાઈસ્કૂલના આચાર્ય અને શિક્ષકગણ, કારોબારી સભ્યો,નગરના આગેવાનો, યુવાનો અને મહિલાઓ હજારો વિદ્યાર્થીઓએ યોગાસન દ્વારા શારીરિક અને માનસિક આરોગ્યનું મહત્વ અનુભવ્યું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યોગ દ્વારા જીવનશૈલીમાં સુધાર અને તંદુરસ્તી તરફનો અભિગમ વિકસાવવાનો રહ્યો.

આયોજનની વ્યવસ્થા અત્યંત શ્રેષ્ઠ રહી અને સમગ્ર કાર્યક્રમ યોગના આધ્યાત્મિક અને શિસ્તભર્યા વાતાવરણમાં સંપન્ન થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *