• Fri. May 8th, 2026

UP LIVE 24X7

India #1 News Platform

શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટીના કોલેજ સંકુલમાં યોગદિવસની ઊજવણી

Spread the love

ઓડ, તા. 20 જૂન 2025 – શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી સંચાલિત વિવિધ કોલેજ સંસ્થાઓમાં આજે ભવ્ય રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નર્સિંગ કોલેજના પ્રાંગણમાં યોજાયો હતો, જેમાં અનેક વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.



કાર્યક્રમમાં ડી.એમ. પટેલ આર્ટસ એન્ડ એસ.એસ. પટેલ કોમર્સ કોલેજ, શ્રી કે.જી. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન (B.Ed), સ્વગઁસ્થ આર.પી. પટેલ નર્સિંગ કોલેજ અને પ્રમુખસ્વામી સ્કૂલ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.



આ અવસરે ત્રણેય કોલેજના આચાર્યશ્રીઓ શ્રી જયેશભાઈ સાનિયા, શ્રી સેલવીના મેકવાન તેમજ અન્ય સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા. યોગ પ્રવૃત્તિઓનું માર્ગદર્શન સ્પોર્ટ્સ ડિરેક્ટર ડૉ. ભરતભાઈ પટેલ અને ડૉ. દિનેશભાઈ કાપડિયાએ આપ્યું હતું. તેમની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ વિવિધ યોગાસનો કરી યોગ અને આરોગ્ય અંગેની મહત્વપૂર્ણ જાણકારી મેળવી હતી.



આ ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ યુવાઓમાં યોગ પ્રતિ રુચિ વધારવી અને શારીરિક તેમજ માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવી રહ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શાંતિમય અને ઉલ્લાસભર્યો માહોલ ઉભો કરી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *