ઘરના અન્ય તમામ સભ્યોના આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા
દર્દી હાલ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ
આણંદ: શુક્રવારે આણંદ જીલ્લાના પેટલાદ શહેરી વિસ્તારમાં કોવિડ-૧૯ નો એક (૧) પોઝીટીવ કેસ નોંધાયો છે. પોઝિટિવ આવેલા આ દર્દી તા. ૧૧/૦૫/૨૦૨૫ના રોજ અમદાવાદ ખાતેથી તેમના પુત્રના ઘરે પેટલાદ ખાતે રહેવા આવ્યા હતા. તેઓને તા. ૧૮/૦૫/૨૦૨૫ના રોજ તાવ અને શરદી થયેલ હોય તા. ૨૧/૦૫/૨૦૨૫ ના રોજ સીવીલ હોસ્પિટલ, પેટલાદ ખાતે સારવાર માટે આવેલ જ્યાં તેમનો RTPCR ટેસ્ટ કરતાં પોઝીટીવ આવેલ છે. દર્દી હાલ તેમના ઘરે હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.
અર્બન હેલ્થ સેન્ટર, પેટલાદની ટીમો ધ્વારા દર્દીના ઘરની આસપાસના વિસ્તારમાં સર્વેની કામગીરી કરેલ છે. જેમાં કોઈ શંકાસ્પદ દર્દી મળી આવેલ નથી. અગમચેતીના ભાગરૂપે દર્દીના ઘરના કુલ- ૯ સભ્યોના RTPCR ટેસ્ટ કરવામાં આવેલ છે, જે તમામ નેગેટીવ આવેલ છે.
અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પૂર્વી નાયકના જણાવ્યા મુજબ કોરોના ના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો જરૂરી છે.
આણંદ જિલ્લામાં કોવિડ ૧૯ નો એક પોઝિટિવ કેસ નોંધાયો
