• Wed. Mar 11th, 2026

UP LIVE 24X7

India #1 News Platform

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની પર્યાવરણ જાગૃતિ યાત્રા

Spread the love

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આણંદ જિલ્લાના વિદ્યાનગર ખાતે કાર્યરત સેતુ ટ્રસ્ટ દ્વારા પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા પર્યાવરણ જાગૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સેતુ ટ્રસ્ટના છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકના ઉપયોગના નુકશાન અને વૃક્ષારોપણના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવાનું અનોખું કાર્ય કર્યું.


યાત્રા BOB થી SARADAR PATEL સ્ટેચ્યુ સુધી યોજાઈ, જેમાં જિલ્લા પ્રાંત અધિકારી ડો. મયુર પરમાર, નાયબ મામલતદાર હરેન્દ્રસિંહ પરમાર સહિત અનેક આગેવાનોએ હાજરી આપી. સેતુ ટ્રસ્ટના સંચાલકો સુધાબેન અને રાધાબેન પટેલની આગેવાની હેઠળ યોજાયેલી યાત્રામાં “પ્લાસ્ટિક ટાળો, વૃક્ષ લગાવો”નો સંદેશ તીવ્રતા સાથે આપવામાં આવ્યો.



સામાજીક કાર્યકરો, એન.એસ.એસ.ના સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર જોડાયા. આ યાત્રા visually impaired બાળકોની ક્ષમતા અને સંવેદનશીલતાનું અનોખું પ્રતિબિંબ બની રહી. ​

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *